સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે બંધાડ ફળિયા પ્રાથમિક શાળામાં બાળકોને બિસ્કીટ વિતરણ
આછવણી: સર્વ પિતૃ શ્રાદ્ધના પવિત્ર અવસરે બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, આછવણી ખાતે શિક્ષિકા શ્રીમતી કૈલાસબેન દ્વારા શાળાના તમામ બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષિકા કૈલાસબેને બાળકો પ્રત્યેનો સ્નેહ અને લાગણી વ્યક્ત કરતાં તમામ વિદ્યાર્થીઓને બિસ્કીટ આપીને આનંદ વહેંચ્યો હતો. આવા સેવાભાવી અને સંવેદનશીલ કાર્ય દ્વારા બાળકોમાં ખુશી ફેલાવવાની સાથે સમાજમાં સેવા, સહકાર અને માનવતાના મૂલ્યોને પણ પ્રોત્સાહન મળે છે.
શિક્ષણની સાથે બાળકો પ્રત્યે સ્નેહભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યની સરાહના થઈ રહી છે.
— અહેવાલ: આછવણી





0 Comments