બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી ખાતે શાળાનો 58મો સ્થાપના દિન ઉજવાયો.જેમાં ગામલોકોના સાથ અને સહકારથી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો આ કાર્યક્રમ દિવસ દરમ્યાન યોજાતો હોય છે. પરંતુ ગામનાં અગ્રણીઓના આગ્રહને માન આપી રાત્રિ દરમ્યાન કરવામાં આવ્યો. આ 58માં સ્થાપના દિન કાર્યક્રમમાં શાળામાં ફરજ બજાવી ચૂકેલા ભૂતપૂર્વ શિક્ષક મિત્રો અને આ શાળામાં અભ્યાસ કરી જે તે વ્યવસાયમાં સ્થાયી થયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો, વાલીઓ, શાળાના બાળકો, શાળાના શિક્ષકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગામલોકોએ લોક ફાળો રૂપિયા ₹ ૯૨,૦૦૦ અંકે રૂપિયા બાણું હજાર જેટલો એકઠો કરવામાં આવ્યો હતો. ડીજે અને મંડપ ડેકોરેશન મફત આપવામાં આવ્યું હતું. આ માટે શાળા પરિવાર તમામ ગામલોકોનો આભાર માને છે.
ગ્રામજનોના સહકારથી તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ
0 Comments